મોરબી : ગાય સાથે બાઇક અથડાતા ઇજાગ્રસ્ત ચાલકનું સારવારમાં મોત

0
20
Share
Share

મોરબી તા. ૨૩

મોરબીના શનાળા નજીક ગાય સાથે બાઇક અથડાતા યુવાનને ઇજા થતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે. મોરબીના મારુતિનંદન સરદારનગરના રહેવાસી જયદીપ જગદીશભાઇ ભોરણીયા (ઉ.વ. ૩૦) નામનો યુવાન શનાળા રાજપર રોડ પર પટેલ સમાજવાડી પાસેથી મોટરસાયકલ જીજે ૩૬ એમ ૬૨૬૮ લઇને જતો હોય ત્યારે ગાય સાથે અથડાતા યુવાનને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી હતી જેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે અકસ્માતના બનાવ અંગે મૃતકના સગાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here