૧.૪, ૩.૦ ત્થા ૧.૮ ની તિવ્રતાનાં હળવા ભૂકંપનાં આંચકાઓ લોકોએ અનુભવ્યા
રાજકોટ, તા.૨૭
સૌરાષ્ટ્ર-કચ્છનાં મોરબી, ગીર-સોમનાથ ત્થા કચ્છ જીલ્લામાં આજે હળવા ભૂકંપનાં એક એક આંચકાઓનો અનુભવ લોકોને થયાનું જાણવા મળેલ છે.
વ્હેલી સવારે ૪.૩૯ કલાકે મોરબી આસપાસનાં વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાયેલ જેનુ કેન્દ્રબિંદુ મોરબીથી ૧૫ કિ.મી. દૂર પૂર્વમાં-ઉત્તર પૂર્વમાં નોંધાયેલ જેની તિવ્રતા ૧.૪ ની હતી તેમજ ભૂકંપ જમીન પરથી ૩.૨ કિ.મી.ની ઉંડાઈએ ઉદ્ભવ્યો હતો. બીજો આંચકો ગીર સોમનાથ જીલ્લાના ઉનાથી ૧૧૮ કિ.મી. દુર દક્ષિણમાં દક્ષિણ પશ્ચિમ દરીયામાં કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૦ ની તિવ્રતા ધરાવતો આંચકો ૮.૪૦ મીનીટે જમીનથી ૧૦ કિ.મી.ની ઉંડાઈએ ઉદ્ભવેલ હતો.
ત્રીજો આંચકો કચ્છનાં ખાવડાથી ૧૭ કિ.મી. દૂર પશ્ચિમે-દક્ષિણ પશ્વિમમાં ૧.૮ ની તિવ્રતાનો આંચકો ૫ કલાક ૩૩ મીનીટે નોંધાયો હતો જે ભૂકંપ જમીનથી ૧.૫ કિ.મી.ની ઉંડાઈએ ઉદભવ્યો હતો.