મોરબી : એટીએમમાંથી નાણા ઉપાડી ઓનલાઇન ફ્રોડની ખોટી ફરિયાદ કરનાર શખ્સ ઝડપાયો

0
20
Share
Share

સ્ટેટ બેન્કનાં ૭ કાર્ડ સાથે શખ્સ ઝબ્બે : બેન્કે સામી ફરિયાદ કરતા ઠગ શખ્સના કરતૂતો બહાર આવ્યા

મોરબી તા. ર૩

મોરબી એસબીઆઈના કર્મચારી સૌરભભાઈ મોહનજીભાઈ પાંડે (૩૨) દ્વારા બેન્કની સાથે મોરબી તથા ટંકારામાં અલગ અલગ સ્થળે આવેલ એટીએમ મશીનો પર જઇ અલગ – અલગ એટીએમ કાર્ડ દ્વારા ટ્રાંઝેકશન કરીને રૂપિયા મેળવી લીધા હતા તો પણ રૂપિયા મળેલ નથી તેવી ઓનલાઈન ફરિયાદ કરીને બે વખત બેન્ક પાસેથી રૂપિયા મેળવીને ફ્રોડ કરવામાં આવ્યું હતું જેથી આ ફરિયાદના આધારે જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા દ્વારા મોરબી જીલ્લામાં આવેલ બેંકો તથા એટીએમ , મશીનો સાથે છેડછાડ કરી રોકડ રકમ ઉપાડી લઈ તે જ રકમ નહી મળ્યા અંગેની ઓનલાઇન ફરીયાદ કરી ફરીથી રકમ મેળવી ગુન્હા આચરતી ગેંગ શોધી કાઢવા એલ.સી.બી.ના પીઆઇ વી.બી.જાડેજાને સુચના આપી હતી. એલ.સી.બી. સ્ટાફ દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ બેંકો તથા એટીએમ મશીનો પર જરૂરી વોચ હતી અને નિર્મળસિંહ રામસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ એસ.બી.આઇ.બેન્ક સંચાલીત અલગ અલગ એટીએમ મશીનો પાસે શંકાસ્પદ હાલતમાં આંટા મારે છે તેની પાસે ઘણા એટીએમ કાર્ડ છે જેથી આ અંગે તપાસ કરતા મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ એસ.બી.આઇ. એટીએમ મશીન ખાતે હતા પરપ્રાંતિય ઇસમ શંકાસ્પદ હાલતમાં જણાઇ આવતા તેને પકડી તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી  એસ.બી.આઇ.બેન્કના સાત એટીએમ કાર્ડ મળી આવ્યા હતા.

આ શખ્સની સઘન પુછપરછ કરતા પોતે તથા પોતાના સાગરીત સાથે મળી મોરબી – ટંકારા વિસ્તારમાં આવેલ એ.ટી.એમ. મશીનોમાંથી કુલ ૪,૧૬,૫૦૦ નું ટ્રાન્ઝેકશન કર્યું હતું અને તમામ ટ્રાન્ઝેકશન ની ઓનલાઇન ફરીયાદ બેન્ક ખાતે કરેલ હતી આ ફરીયાદ પૈકી ટંકારા વિસ્તારમાં આવેલ એટીએમ મશીનોમાંથી કરેલ ટ્રાન્ઝેકશન ૯૯૦૦, સીટી એ ડિવી , પો.સ્ટે .  વિસ્તારમાં  આવેલ એટીએમ મશીનોમાંથી કરેલ ટ્રાન્ઝેકશન ના ૧,૨૯,૦૦૦ આમ કુલ મળીને ૨,૨૮૦૦૦ પોતે પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી લીધેલ હતા અને એસ.બી.આઇ.બેન્ક સંચાલીત  એેટીએમ મશીનોમાંથી રોકડ રકમ વિથડ્રોલ કરી બેન્ક સાથે છેતરપીંડી કરી હતી જે ગુનામાં પોલીસે આરોપી શુભમ રાજુભાઇ શુક્લા / બ્રાહ્મણ (ઉ ૨૦) રહે.  મહાના ગામ, થાણું , લલોલી (ઉત્તર પ્રદેશ) હાલ રહે. સિલ્વર પોલીપેક કારખાનાની ઓરડીમાં ખીજડીયા રોડ,  ટંકારાને સાત એટીએમ કાર્ડ સાથે પકડેલ છે જ્યારે  આરોપી શીવમ રાજેશ મીશ્રા / બ્રાહાણ રહે.મથુરપુર ગોંડા, રાયબરેલી (ઉત્તર પ્રદેશ) ને પકડવા તજવીજ ચાલી રહી છે મોરબીની બેન્ક સાથે છેતરપીંડી કરનાર ઉત્તરપ્રદેશની ગેંગના એક સાગરીતને પકડી પાડવામાં એલ.સી.બી.ને સફળતા મળેલ છે ત્યારે આરોપી કઈ રીતે ફ્રોડ કરતાં તે અંગે પૂછતા પોલીસે કહ્યું હતું કે,  આરોપી તથા તેનો સાગરીત બન્ને મળી એસ.બી.આઇ. બેન્ક ધારકોના એટીએમ કાર્ડ મેળવી મોરબી તથા ટંકારામાં અલગ અલગ સ્થળે આવેલ એટીએમ મશીનો પર જઇ અલગ – અલગ એટીએમ કાર્ડ દ્વારા ટ્રાંઝેકશન કરતા હતા. ટ્રાન્ઝેકશન પ્રોશેશ દરમ્યાન મશીનમાં પૈસા કાઉન્ટ થતાં હતા જે દરમ્યાન પોતાના હાથ દ્વારા  એટીએમ મશીન સાથે ચેડા કરી ટ્રાંઝેકશન એરર કરાવી નાખતા અને મશીનમાંથી નિકળેલ રોકડ રકમ પોતે મેળવી લઇ તે જ રકમની ટ્રાંઝેકશન ફેઇલ થયાની બેંકમાં ઓન લાઇન ફરીયાદ કરી બેંક પાસેથી ફરીથી રકમ પરત મેળવી બેંક સાથે ફોડ કરતાં હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here