મોરબી : આમરણમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત

0
23
Share
Share

મોરબી, તા.૯

મોરબીના આમરણ ગામે ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતુ. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત મુજબ આમરણ ગામે રહેતા સુખરામ મોહનસિંગ માળી ઉ.વ.૩૦ પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતુ. પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

શાપરમાં મહિલાનો આપઘાત

રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં ભુજ નગરમાં રહેતા ટીબુબેન જેન્તીભાઈ વિંઝુડા (ઉ.૩૦) નામની મહિલા ગઈ તારીખ ૩ ના રોજ પોતાના ઘરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here