મોરબીમાં ૧.૭૭ લાખની પુરાંતવાળું બજેટ મંજૂર

0
20
Share
Share

મોરબી,તા.૧૫

નગરપાલિકાની અગાઉ મળેલી સાધારણ સભામાં બજેટ નામંજૂર થતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે સામસામી આક્ષેપબાજી કરી હતી. જેમાં બજેટ નામંજૂર થવા મુદે બંને પક્ષે એકબીજા પર દોષારોપણ કર્યું હતું. જેથી મંગળવારે ફરીથી પાલિકાનું બજેટ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. જેમાં ૩૮ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બજેટ અંગે મતદાન થતા ૧૯ સભ્યોએ તરફેણમાં જયારે ૧૭ સભ્યોએ વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. જયારે બે સદસ્યો તટસ્થ રહ્યા હતા. અને બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગત જનરલ બોર્ડ તા. ૨૭-૦૮ નું પ્રોસીડીંગ કાયમ કરવા, ઓલ લીલાપર રોડ સ્મશાન પાસેનું નાળું પહોળું કરવા,

સીટી મામલતદાર ઓફીસથી નવલખી રોડ જતા રોડ સીસીરોડ કરવા તેમજ રેલ્વે સ્ટેશન રોડને ભોજાબાપા નામકરણ કરવા સહિતના એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી. મોરબી નાગરપાલીકાનું ૩૭૦૫૧.૬૨ લાખની આવક અને ૩૭૦૪૯.૮૫ લાખની જાવક વાળું અને ૧.૭૭ લાખની પુરાંતવાળું બજેટ મંજુર કરાયું હતું. જે બજેટ મારફત તૂટેલા રોડ સર્ફેસ કામગીરી માટે સરકારની ગ્રાન્ટ આવી હતી. જે કામગીરી ઉપરાંત ડ્રેનેજ અને નવા બગીચા બનાવવા આયોજન કરવામાં આવ્યું હોવાથી સાથે જ નટરાજ ફાટક પર ઓવરબ્રિજ, લીલાપર રોડ પરથી સામાકાંઠે જવા ઓવરબ્રિજ,

ગરીબ ઘર વિહોણા લોકો માટે બાજી રાજકુંવરબા ધર્મશાળા ખાતેના શેલ્ટર હોમના રીનોવેશન કરીને ૨૫૦ લોકોના રહેવાની વ્યવસ્થા ઉપરાંત નાળાઓ પરના દબાણો દુર કરવા સહિતના કામોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું. જયારે બજેટ બાદ ભાજપના સદસ્ય અનિલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે બજેટમાં માર્કેટ અને ઝુલતાપુલને ધ્યાને લેવાયો નથી બજેટ આંકડાની ઇન્દ્રજાળથી વિશેષ કશું નથી આ બજેટથી મોરબી શહેરનો વિકાસ થવાનો નથી માત્ર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનાર બજેટ હોવાનું જણાવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here