મોરબીના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા ૬ શકુનીઓ મુદ્દા માલ સાથે ઝડપાયા

0
20
Share
Share

મોરબી,તા.૫

શ્રાવણિયા જુગારની મોસમ પુરબહારમાં ચાલી રહી છે. જેને રોકવા માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે, ત્યારે મોરબી શહેરમાં કન્યા છાત્રાલય રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી એ ડિવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા તથા ઇન્ચાર્જ ડીવાયએસપી એમ.આઈ. પઠાણના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડિવીઝન ઇન્ચાર્જ પી.આઈ. જે.એમ.આલની સૂચનાથી પોલીસ સ્ટાફ જનકભાઈ મારવણીયાને બાતમી મળી હતી કે,

રાકેશભાઈ ચંદુભાઈ પટેલ મોરબી કન્યાછાત્રાલય રોડ પર આવેલા સરદાર સોસાયટી વિરાટ એપાર્ટમેન્ટના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડવામાં આવ્યો હતો.ત્યાં જુગાર રમી રહેલા રાકેશભાઈ ચંદુભાઈ પટેલ, રવજીભાઈ ઘરમશીભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ ઘનરાજભાઈ પટેલ, મનોજભાઈ જીવરાજભાઈ પટેલ, કાશીભાઈ હિમતભાઇ પટેલ અને ગૌતમભાઈ નરભેરામભાઈ પટેલને રોકડ રકમ રૂપિયા ૮૭,૬૫૦ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here