મોરબીઃ સગીરાની એકલતાનો લાભ લઈ બિભત્સ માગણી કરતો શખ્સ

0
22
Share
Share

મોરબી, તા.૧૫

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પંડિત દિન દયાલ આવાસ યોજનામાં રહેતા એક પરિવારની સગીરવયની દીકરી તેના ભાઈ સાથે ઘરે એકલી હતી અને મા-બાપ ધંધો કરવા માટે બહાર ગયા હતા તે દરમિયાન પાડોશમાં રહેતા ઇસમે સગીરા સાથે શારીરિક અડપલા કરીને ગેરવર્તન કરીને બીભત્સ માંગણી કરી હતી જેથી દેકારો મચી જતાં બાદમાં લોકો ભેગા થઇ જતા તે ઇસમ ભાગી છૂટ્યો હતો જે સંદર્ભે ભોગ બનેલ સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તજવીજ શરુ કરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે લીલાપર રોડ આવાસ યોજનામાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી તેના ભાઇની સાથે ઘરે એકલી હતી અને તેણીના મા-બાપ ગરમ મસાલો વેચવા માટે (ધંધા અર્થે) બહાર ગયા હતા તે દરમ્યાનમાં ઘરે એકલા રહેલ સગીરા અને તેના ભાઈને જોઈને ત્યાં આવાસ યેાજનાના કવાટરમાં જ રહેતા અજય મહાદેવ વિકાણી જાતે દેવીપુજક નામના આવાસ યોજનામાં જ રહેતા શખ્સે સગીરા ઉપર નજર બગાડી હતી અને ઘરે એકલી રહેતી સગીરાના ઘરનો દરવાજો ખખડાવી દરવાજો ખોલાવીને તેણીની પાસે ખરાબ માંગણી કરી હતી

અને શારીરિક અડપલા કર્યા હતા જેથી ભોગ બનેલી સગીરાએ દેકારેા કરી મુકતા આરોપી અજય વિકાણી દરવાજો ખોલીને ભાગી છૂટ્યો હતો જેથી કરીને બાદમાં સગીરાએ ઘરે આવેસા માતા-પિતાને ઉપરોક્ત વર્ણન કરતાં ભોગ બનેલ સગીરાની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજય મહાદેવ વિખાણી જાતે દેવીપુજક નામના શખ્સ વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૫૪(એ),૪૪૭ અને પેાકસેા એકટની કલમ ૧૮ મુજબ ગુનો નોંધ્યેા છે જેની તપાસ મહિલા પીએસઆઇ નેહાબેન શુક્લ ચલાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here