મોરબીઃ સગીરાનાં અપહરણમાં સગીર આરોપી ઝડપાયો

0
13
Share
Share

મોરબી, તા.૧૬

મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ થયું હોય જેની તપાસ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર અને ભોગ બનનારને મોરબી સર્કલ પોલીસ ઈન્સ્પેકટરની ટીમે શોધી કાઢયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના હેઠળ અપહરણના ગુન્હા શોધી કાઢવા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ સીપીઆઈ આઈ એમ કોઢિયાની ટીમ તપાસમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના કેસમાં ભોગ બનનાર ચોટીલા હોવાનું જાણવા મળતા ટીમ ચોટીલા ખાતે રવાના કરી હતી જયાંથી ભોગ બનનાર અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર મળી આવ્યા હતા જેથી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here