મોરબીઃ લખધીરપુર કેનાલમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

0
33
Share
Share

મોરબી, તા.૨૯

મોરબીના લખધીરપુર કેનાલમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવતા મોરબી પોલીસ અને ફાયર ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી હતી. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ પરની કેનાલમાં યુવાનનો મૃતદેહ તરતો હોવાની જાણ થતા તાલુકા પોલીસ ટીમ અને ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે મૃતક યુવાનની ઓળખ થઇ સકી નથી અને બનાવ આપઘાતનો છે કે યુવાન અકસ્માતે કેનાલમાં ખાબક્યો હતો તે પણ તપાસ બાદ સ્પષ્ટ થશે હાલ તાલુકા પોલીસે મૃતકની ઓળખ મેળવવા વધુ તપાસ ચલાવી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here