મોરબીઃ રહેણાંકમાંથી પાંચ કિલોથી વધુ ગાંજા સાથે શખ્સ ઝડપાયો

0
25
Share
Share

મોરબી, તા.૯

મોરબી પંથકમાં દારુની બદી જાણે કે ઓછી હોય તેમ યુવાનોને ગાંજા જેવા કૈફી દ્રવ્યોના રવાડે ચડાવવા કેટલાક ઈસમો સક્રિય હોય જેને ઝડપી લેવા મોરબી એસઓજી ટીમે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કર્યું હોય જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાંથી એક ઈસમને ૫ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે દબોચી લેવાયો છે. બનાવની મળતી માહિતી મુજબ જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી પીઆઈ જે એમ આલની ટીમ જીલ્લામાં ગેરકાયદેસર કૈફી પદાર્થનું વેચાણ કરતા ઇસમોને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય દરમિયાન બાતમીને આધારે મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નં ૨૧૪ માં રહેતા આશારામ વાલજી હડીયલ (ઉ.વ.૨૮) હાલ રહે  મોરબી ગુજરાત હાઉસિંગ બોર્ડ મૂળ ધ્રાંગધ્રા વાળાને ઝડપી લઈને આરોપીના મકાનમાંથી ૫ કિલો અને ૭૧૯ ગ્રામ ગાંજો સહીત કુલ રુ ૬૩,૧૯૦ નો મુદામાલ જપ્ત કરીને આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપી તેમજ મુદામાલ બી ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here