મોરબીઃ રફાળેશ્વર નજીક બાઈક સ્લીપ થતાં ચાલક યુવાનનું મોત

0
21
Share
Share

મોરબી, તા.૯

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ નજીક ગત મોડીરાત્રીના યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે તેનું બાઇક સ્લીપ થઇ જતાં એક યુવાનનું મોત થયું છે.

તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દશરથસિંહ અશ્વિનસિંહ પરમાર નામનો ૩૦ વર્ષનો યુવાન તેનું બાઇક નંબર જીજે ૩૬ ડી ૬૪૮ લઈને ગત રાત્રીના દસેક વાગ્યે વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો ત્યારે કોરોના સિરામીકની પાસે તેણે તેના બાઇકના સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા બનેલા બનાવમાં માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી દશરથસિંહ પરમારનું ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતુ.

તાલુકા પોલીસ દ્વારા તેના પિતા અશ્વિનસિંહ કલ્યાણસિંહ પરમાર (૫૫) ની ફરિયાદ લઈને મૃતક દશરથસિંહ અશ્વિનસિંહ પરમાર સામે ગુનો નેાંધીને બેદરકારીપૂર્વક વાહન હંકારીને પોતાનું જ મોત નિપજાવવા અંગે ગુનો દાખલ કરેલ છે જેની તપાસ હેડ કોન્સ્ટેબલ વી.આર.પરમાર ચલાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here