મોરબીઃ મારામારી સંદર્ભે શિક્ષક બરતરફ

0
52
Share
Share

મોરબી, તા.૩૦

મોરબીમાં શિષ્યવૃત્તિ પરીક્ષા સમયે સરકારી શિક્ષકે અન્ય શિક્ષક સાથે માથાકૂટ કરી મારામારી કરી હોય જે બનાવ અંગે ડીપીઈઓએ તપાસના આદેશ આપ્યા હોય અને સરકારી શિક્ષકને પાઠવેલી નોટીસના જવાબ પણ આપ્યા ના હોય જેથી આજે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સરકારી શિક્ષકને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ કર્યો છે. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર ગામની પ્રાથમિક શાળાના શિક્ષક પ્રહલાદસિંહ અનોપસિંહ જાડેજા શિષ્યવૃત્તિ પરીક્ષામાં જ્ઞાનપથ વિદ્યાલયમાં ફરજ પર હોય ત્યારે રોહિત આદ્રોજા નામના સરકારી શિક્ષકે અંદર પ્રવેશ કરવા બાબતે માથાકૂટ કરી હતી અને ફરજ પરના શિક્ષકને ગાળો આપી માર માર્યો હતો જેથી જે બનાવ સમયે ડીપીઈઓ મયુર પારેખ દ્વારા ઇન્દીરાનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને શહેર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રોહિત આદ્રોજાને સસ્પેન્ડ કરાયા હતા અને ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.

દરમિયાન રોહિત આદ્રોજાને નોટીસ પાઠવીને જવાબ રજુ કરવા જણાવ્યું હતું જોકે શિક્ષકે જવાબ આપવાની તસ્દી લીધી ના હોય જેથી ખાતાકીય તપાસ બાદ ડીપીઈઓ મયુર પારેખ દ્વારા આજે સરકારી શિક્ષક રોહિત આદ્રોજાને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપ્યો છે તેમજ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે સરકારી શિક્ષક ગમે તે ઘટક સંઘ સાથે જોડાયેલ હોય પરંતુ સૌપ્રથમ શિક્ષક છે જેથી જાહેરમાં શિક્ષકને શોભે તેવું વર્તન કરવું જોઈએ તેમ પણ જણાવ્યું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here