મોરબીઃ મચ્છુ-૨ ડેમમાં અકસ્માતે પડેલા અજાણ્યા યુવાનનું ડુબી જતાં મોત

0
20
Share
Share

મોરબી, તા.૧૪

મોરબીના મચ્છુ-૨ ડેમમાં પાજમાંથી પગ લપસી જતા યુવાન ડેમમાં ખાબકયો હતો અને ડૂબી જતા યુવાનનું મોત થયું છે. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુ-૨ ડેમમાં માહિતી મળતા ફાયર ટીમમાંના પ્રીતેશ નગવાડીયા, સલીમ નોબે, વિપુલ, પેથાભાઈ સહિતના તરવૈયાઓની ટીમ દોડી ગઈ હતી અને યુવાનની શોેધખોેળ ચલાવી હતી જો કે યુવાનનું ડૂબી જતા મોત થયું હતું.અને તરવૈયાઓની ટીમને મૃતદેહ જ હાથ લાગ્યો હતો મૃતક હિન્દી ભાષી હોવાનું અને મચ્છી મારવા જતા ડેમમાં ડૂબતા મોત થયાનું ખુલ્યું છે જો કે મૃતક યુવાનની ઓળખ થઈ નથી જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here