મોરબીઃ પીપળીગામ નજીક આઈસરની ઠોકરે સગીર બાઈક સ્વારનું મોત

0
12
Share
Share

મોરબી, તા.૧૫

મોરબીના પીપળી નજીક આઈસરના ચાલકે બાઈકને પાછળથી હડફેટે લેતા બાઈકમાં સવાર સગીરનું મોત થયું છે. મોરબીના ધરમપુર રોડ પરની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઇકબાલ કરીમ નોડે (ઉ.વ.૪૦) તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પીપળી ગામ નજીકથી તેનો દીકરો શોહીલ (ઉ.વ.૧૬) વાળો જતો હોય ત્યારે આઈસર જીજે ૩૬ ટી ૮૦૩૫ ના ચાલકે બાઈક જીજે ૦૩ ઇએમ ૩૭૧૨ સાથે પાછળથી અડફેટે લઇ એક્સીડન્ટ કરી ગંભીર ઈજા થતા મોત થયું છે જયારે આરોપી પોતાનું વાહન મૂકી નાસી ગયો છે તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

ન્હાવા પડેલા પ્રૌઢનું ડુબી જતાં મોત

મોરબીના લીલાપર ગામ નજીક સાજવીરો સિરામિકમાં કામ કરતા તોલસીંગ મેદ્‌જીભાઈ આદિવાસી (ઉ.વ.૪૫) નામના આધેડ મચ્છુ નદીમાં ન્હાવા જતા ઊંડા પાણીમાં ડૂબી જતા મોત થયું છે તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here