મોરબીઃ પાંચ વર્ષ પૂર્વે ગુમ પરિણીતાને શોધી કાઢતી પોલીસ

0
12
Share
Share

મોરબી,તા.૧૫

મેારબીના હળવદમાંથી ગુમ થયેલ યુવતી રાજકોટ ખાતેથી મળી આવેલ છે. મોરબીના જીલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ ડીવાયએસપી રાધિકા ભારાઇ સહીતના મોરબી પોલીસ વિભાગને જીલ્લામાંથી ઘણા લાંબા સમયથી ગુમ થનાર બાળકો, મહિલા, સગીર તથા અપહરણના ગુન્હામાં ભોગબનનાર કેજે મળી આવતા ન હોય જેઓને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી ડીવાયએસપી ભારાઇ દ્રારા ટીમ બનાવવામાં આવેલ જેમાં હરેશભાઇ આગલ તથા સ્ટાફના વિક્રમભાઇ કુંગસીયા, રમેશભાઇ મિયાત્રા, સિધ્ધરાજસિંહ ઝાલા, રણજીતદાન ગઢવી તથા કેતનભાઇ અજાણા વિગેરેને આ કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે તેઓએ તપાસ કરતા હળવદ પોલીસ મથકના વિસ્તારમાંથી ગત તા.૬-૮-૨૦ ના ગુમથનાર પ્રિયંકાબેન અજીતભાઇ પરમાર (ઉ.વ .૧૯) રહે. હળવદ જી.મોરબી વાળી રાજકોટના નાણાવટી ચોક વિસ્તારમાં હોવાની હકીકત મળતા હકીકતવાળી જગ્યાએ જઇને તા.૧૪-૯ ના રોજ તપાસ કરતા ગુમ થયેલ પ્રિયંકાબેન મળી આવેલ હોય જેથી તેઓને હળવદ પોલીસને સોંપીને ત્યાડથી તેણીના પરીવારને સોંપવાની તજવીજ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here