મોરબીઃ નારણકા ગામે નદીમાં ડુબેલા તરૂણનો મૃતદેહ મળ્યો

0
28
Share
Share

મોરબી, તા.૨૪

મોરબીના નારણકા ગામ નજીક નદીમાં મંગળવારે બપોરના સુમારે એક સગીર ડૂબી જતા ફાયર ટીમે રાત્રી સુધી શોધખોળ ચલાવ્યા છતાં પત્તો લાગ્યો ના હતો તો ગઇકાલે સવારના સમયે ગ્રામજનોએ શોધખોળ ચલાવતા સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવની મળતી માહિતી મુજબ નારણકા ગામે શ્રમિક રમેશભાઈ રાઠવાના ૧૫ વર્ષનો પુત્ર અમિત મચ્છુ નદીમાં મંગળવારે બપોરના સુમારે ડૂબ્યો હોય જે બનાવ અંગે મોરબી ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાંચ કલાક લાગલગાટ શોધખોળ ચલાવી હતી જોકે સગીર નો કોઈ પત્તો લાગ્યો ના હતો અને બાદમાં અંધકાર છવાઈ જતા સર્ચ ઓપરેશન અટકાવવું પડ્યું હતું અને આજે સવારે ગ્રામજનોએ સગીરની શોધખોળ આદરી હતી જેમાં સગીરનો મૃતદેહ હાથ લાગ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો શ્રમિક પરિવારના બાળકનું નદીમાં ડૂબી જતા મોત થતા શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here