મોરબીઃ નાની વાવડીગામે પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ સહિત ચાર સામે ગુન્હો નોંધાયો

0
13
Share
Share

મોરબી, તા.૧૪

મોરબીના નાની વાવડી ગામની પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ ગુજારતા પરિણીતાએ આપઘાત કર્યો હોય જે અંગે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ, સાસુ-સસરા સહીત ચાર સામે મરવા મજબુર કર્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે. જોડિયા તાલુકાના તારાણા ગામના રહેવાસી બચુભાઈ જીણાભાઇ જાદવ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની દીકરી ભારતીબેન (ઉ.વ.૨૪) ને ઘરમાં કામકાજ બાબતે પતિ મગન ધનાભાઇ મકવાણા, સાસુ જશુબેન ધનાભાઇ મકવાણા, નણંદ હેતલ ધનાભાઇ મકવાણા અને સસરા ધનાભાઇ મકવાણા રહે બધા નાની વાવડી તા મોરબી વાળાએ મ્હેણાં ટોણા મારી ત્રાસ આપતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે તાલુકા પોલીસે પિતાની ફરીયાદને આધારે ચાર ઈસમો વિરુદ્ધ મરવા મજબુર કર્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here