મોરબીઃ ટ્રક-બાઈક અકસ્માતમાં યુવાનનાં મોત અંગે નોંધાતો ગુન્હો

0
28
Share
Share

મોરબી, તા.૨૪

મોરબીના ભરતનગર નજીક બે દિવસ પૂર્વે અકસ્માતમાં યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે. મોરબીના ત્રાજપર ખારી વિસ્તારના રહેવાસી ભરત અમરશી સનુરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના સાળા નરેશભાઈ ઝંઝવાડિયા (ઉ.વ.૨૭) પોતાનું જીજે ૦૩ એફજે ૭૩૨૯ મોટરસાયકલ લઈને હાઈવે પરથી જતા હોય ત્યારે ભરતનગર નજીક ટ્રક જીજે ૧૨ બીવાય ૬૩૭૯ ના ચાલકે અકસ્માત કરી પછાડી દેતા યુવાનને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું છે જયારે ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી ગયો છે તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here