મોરબીઃ જૂના બસસ્ટેન્ડ નજીક એસટી બસ હડફેટે મોપેડ ચડતાં મહિલાનું મોત

0
14
Share
Share

મોરબી, તા.૧૫

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આજે ગમખ્વાર અકસ્માત સજરયો હતો જેમાં મહિલા મોપેડમાંથી નીચે પડી જતા બસનું વ્હીલ માથે ફરી વળતા મહિલાનું કમકમાટીભર્યું મોત થયું હતું.ચકચારી બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી  ૧૮  ૬૬૩૦ સારંગપુરથી ભુજ જતી બસ પસાર થતી હોય ત્યારે સામાકાંઠા વિસ્તારમાં રહેતા લલ્લન યાદન તેની પત્ની મંજુબેન યાદવ સાથે મોપેડ  ૩૬  ૭૯૩૧ પર જતા હતા અને બસ સ્ટેન્ડ નજીક મોપેડમાં પાછળ બેસેલ મહિલા મંજુબેન યાદવ કોઈ કારણોસર પડી ગયા હતા અને નજીકમાંથી પસાર થતી એસટી બસના પાછળના વ્હીલમાં મહિલાનું માથું આવી જતા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા ૧૦૮ ટીમ દોડી ગઈ હતી અકસ્માત સ્થળે લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ ચલાવી છે.મોરબીમાં ખરાબ રોડ રસ્તાને પગલે અનેક અકસ્માતો સજરતા રહે છે ત્યારે આ અકસ્માતમાં પણ શું ખરાબ તૂટેલા રોડ રસ્તા જવાબદાર હતા કે અન્ય કારણોસર મહિલા મોપેડમાંથી ગબડી પડી હતી તેવી ચર્ચા પણ અકસ્માત સ્થળે જોવા મળી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here