મોરબીઃ ચોરીનાં ગુન્હામાં નવ માસથી ફરાર તસ્કર ઝડપાયો

0
53
Share
Share

મોરબી, તા.૨૯

મોરબી જીલ્લાના એ ડીવી. પો.સ્ટે.ના ચોરીના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા-ફરતા આરોપીને પોરબંદર જીલ્લામાંથી નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમેં ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ સ્કવોડના પો.સ.ઇ. જે.એસ.ડેલાની સુચના પો.સ.ઇ. તથા સ્કવોડના ભગવાનભાઇ ખટાણા,મહાવીરસિહ પરમાર, કરશનભાઇ કલોતરા,  રુપકભાઇ બહોરા તથા ડ્રા.સમીરભાઇ મુલીયાણા સહિતની ટીમે ચોરીના ગુનામાં છેલ્લા નવ(૯) માસથી નાસતા-ફરતા આરોપી હિતેષ રાજાભાઇ પીપરોતર રહે. મુળ વેલ્ડીંગની દુકાનમાં મહેન્દ્રનગર ચોકડી મોરબી હાલ- ગામ ઇશ્વરીયા તા.જી.પોરબંદર વાળાને ઇશ્વરીયા ગામેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here