મોરબીઃ ચાર દિવસ પૂર્વે ગેસનો બાટલો ફાટતાં સારવારમાં રહેલા દંપતિનું મોત, બાળક ગંભીર

0
12
Share
Share

મોરબી, તા.૧૫

મોરબીના લીલાપર રોડ પરની ફકરી સોસાયટીમાં રહેતા વોરાજીના મકાનમાં થોડા દિવસ અગાઉ ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો અને ગેસનો બાટલો ફાટતા દંપતી અને બાળકને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં સારવાર દરમિયાન પતિ-પત્નીનું મૃત્યુ નીપજ્યું છે તો બાળકની હાલત ગંભીર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

બનાવની મળતી વિગત પ્રમાણે મોરબીના લીલાપર રોડ પર આવેલ ફખરી સોસાયટીમાં રહેતા હુશેનભાઈ મોહમ્મદભાઈ નગરીયાના મકાનમાં ગત તા.૧૧ ના રોજ સવારના સમયે ગેસનો બાટલો ફાટ્યો હતો જેના પગલે ઘરમાં હાજર હુશેનભાઈ મોહમ્મદભાઈ નગરીયા,તેના પત્ની સકીનાબેન નગરીયા અને છ વર્ષનું બાળક એમ ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને દાઝી ગયેલા દંપતી અને બાળકને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેમાં ગંભીર રીતે દાઝી ગયેલ હુશેનભાઈ અને તેના પત્ની સકીનાબેનનું સારવારમાં દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી સુત્રોમાંથી મળી હતી. તેમજ તેમનું છ વર્ષના બાળક ગંભીર હાલતમાં હોય જે હોસ્પીટલમાં સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here