મોરબીઃ ઘુંટુગામ નજીક કાર હડફેટે બાઈક ચડતાં બે શ્રમિકોનાં મોત

0
7
Share
Share

મોરબી, તા.૩૦

ગત રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં મોરબીમાં મિસ્ત્રી કામ પૂરું કરીને હળવદ તાલુકાના બે યુવાનો બાઈકમાં ડબલ સવારી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઘુટુ ગામ પાસેથી પસાર થઈ રહેલી કારના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી બાઈક સવાર બંને યુવાનો ગંભીર રીતે ઈજા પામ્યા હતા અને એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. બીજાને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબી થી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો પરંતુ રાજકોટ ખસેડાયા યુવાનનું પણ સારવાર દરમિયાન મોત નિપજયુ હતું.

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રહેતા રમેશભાઈ કેશવજીભાઇ રાઠોડ જાતે મિસ્ત્રી (ઉંમર વર્ષ ૪૭) અને અશોકભાઈ વનનારાયણ વિશ્વકર્મા (ઉંમર વર્ષ ૪૦) રહે, હળવદ વાળા મોરબી પંથકમાં મિસ્ત્રી કામ કરવા માટે આવ્યા હતા. રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં તેઓનું કામ પૂરું કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતાં દરમ્યાન મોરબી નજીકના ઘુટુથી માંડલ ગામ પાસે કાર ચાલકે અડફેટે લીધુ હતુ જેથી કરીને રમેશભાઈ કેશવજીભાઇ રાઠોડને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. તેમની સાથે જ બાઇકમાં બેઠેલા અશોકભાઈ વનનારાયણ વિશ્વકર્માને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેમને ૧૦૮ મારફતે મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર કારગત નીવડે ત્યાર પહેલાં સારવાર દરમિયાન અશોકભાઈ વિશ્વકર્માનું પણ મોત નીપજ્યું છે એટલે કે ઘૂટું પાસે સર્જાયેલા અકસ્માતમાં કુલ મળીને બે વ્યક્તિના મોત નિપજ્યા છે. આ બનાવની જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જે.પી. કણસાગરા દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે અને ફરિયાદ લેવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક રમેશભાઈ કેશવજીભાઇ રાઠોડને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે જેને હાલમાં પિતાની છત્રછાયા ગુમાવી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here