મોરબીઃ ગેસનો બાટલો ફાટતાં માસુમ બાળક તથા દંપતિ સહિત ત્રણ દાઝયા

0
12
Share
Share

મોરબી, તા.૧૧

મોરબીના લીલાપર રોડ પર આવેલ ફખરી પાર્ક-૧ માં આજે સવારના સમયે કોઈ કારણસર હુસેનભાઇ મોહમ્મદભાઈ નગરીયા ઉંમર વર્ષ ૩૫ ના ઘર માં કોઈ કારણોસર ગેસનો બાટલો ફાટતાં ઘરમાં રહેલા હાજર સભ્યો હુસેનભાઇ મોહમ્મદભાઈ નગરીયા તેમની પત્ની સકિનાબેન હુસેનભાઇ નગરીયા ઉંમર વર્ષ ૨૭ અને તેનું છ વર્ષનું બાળક અમર બાટલો ફાટતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા ૧૦૮ ની ટીમના ઈએમટી નિલેશભાઈ બારૈયા અને પાયલોટ નિલેશભાઈ બકુત્રા સહીતની ટીમ દોડી ગઈ હતી અને દાઝી ગયેલા પતિ પત્ની અને બાળકને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અને દંપતી અને બાળક ગંભીર રીતે દાઝેલા હોવાથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે સવારના સમયે જ્યારે બાટલો ફાટ્યો ત્યારે ઘરના દરવાજા તેમજ ઘરમાં રહેલી ઘણી વસ્તુઓ પણ બળીને ખાખ થઈ છે તો નુકશાની પણ થઇ છે હતી ઘટનાની જાણ થતા આજુબાજુના લોકોએ પણ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ પર કાબુ આવે તે પહેલા પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here