મોરબીઃ ગાળાગામે ત્રણ દુકાનોમાં તસ્કરોનો હાથ ફેરો

0
25
Share
Share

મોરબી, તા.૪

મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે અને અવારનવાર ચોરીના બનાવો બનતા રહે છે જેમાં ગાળા ગામ નજીક આવેલી ત્રણ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ, મોબાઈલ સહિતની મત્તા ચોરી ગયાની માહિતી મળી છે. ગાળા ગામના પાટિયા પાસે આવેલી ત્રણ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી કૈલાશ શોપિંગ સેન્ટરમાં આવેલ જીયા મોબાઈલ એન્ડ સિલેકશન નામની દુકાનમાંથી તસ્કરો મોબાઈલ રોકડ રકમ અને કપડાની ચોરી કરી ગયા છે તે ઉપરાંત ક્રિષ્ના મોબાઈલ અને એક ચાની દુકાનમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યાની માહિતી પ્રાપ્ત થઇ છે જોકે બનાવ અંગે મોડી સાંજ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ ના હતી.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here