મોરબીઃ ગાજા સાથે ઝડપાયેલા શખ્સને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપતી કોર્ટે

0
20
Share
Share

મોરબી, તા.૧૧

મોરબીમાં દેશી અને વિદેશી દારુ સાથે ગાંજા જેવા માદક દ્રવ્યોનું પણ વેચાણ કરવામાં આવતું હોય તાજેતરમાં એક ઈસમને એસઓજી ટીમે પાંચ કિલોથી વધુના ગાંજા સાથે દબોચી લીધો હતો જે આરોપીને કોટર્માં રજુ કરતા કોટર્ે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા આશારામ વાલજી હડીયલ (ઉ.વ.૨૮) નામનો શખ્શ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોય તેવી બાતમીને આધારે એસઓજી ટીમે ઘરે દરોડો કર્યો હતો અને આરોપીના ઘરેથી ૫ કિલો અને ૭૧૯ ગ્રામ ગાંજો સહીત કુલ રુ ૬૩,૧૯૦ નો મુદામાલ જપ્ત કરીને આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને ગાંજા પ્રકરણની વધુ તપાસ મોરબી તાલુકા પીએસઆઈ એ એ જાડેજા ચલાવી રહ્યા હોય આરોપીને આજે કોટર્માં ૭ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યો હતો અને કોટર્ે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે રિમાન્ડ દરમિયાન મોરબી તાલુકા પોલીસ આરોપીએ ગાંજાનો જથ્થો કોની પાસેથી મેળવ્યો હતો અને કોણે કોણે તે વેચાણ કરતો હતો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here