મોરબીઃ આમરણ ગામે ૩૭ મોબાઈલ ચોરી જતાં તસ્કરો

0
21
Share
Share

મોરબી, તા.૧
મોરબીના આમરણ ગામ નજીક આવેલ મોબાઈલ દુકાનમાથી તસ્કરો મોબાઈલ ચોરી કરી ગયા હોય જે બનાવ મામલે ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી છે. મોરબીના આમરણના રહેવાસી પરવેઝ ઈસ્માઈલ સોલંકી (ઉ.વ.૨૯) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૨૨-૦૭ ના રાત્રીથી તા. ૨૩-૦૭ ના સવાર સુધીમાં આમરણ હાઈવે રોડ પાસે મુરલીધર મોબાઈલ દુકાનમાંથી અજાણ્યો ચોર ઇસમ દુકાનનું શટર ઊંચું કરીને દુકાનમાંથી અલગ અલગ કંપનીના ૩૭ મોબાઈલ કીમત રુ ૩૩,૫૪૮ ની ચોરી કરી ગયા છે મોરબી તાલુકા પોલીસે મોબાઈલ દુકાનમાંથી ચોરીના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here