મોરબીઃ અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલા ૯ શખ્સો સામે પાસા

0
148
Share
Share

મોરબી, તા.૨૩

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી છેલ્લા દિવસોમાં કુલ મળીને ૯ જેટલા શખ્સોને પાસા હેઠળ સુરતમાં આવેલ લાજપોર જેલ ખાતે મોકલવામાં આવ્યા છે તેવુ પોલીસ પાસેથી જાણવા મળેલ છે. મોરબી જિલ્લામાં  દારૂ,મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા શખસોને કાયદાના પાઠ ભણાવવા માટે સમયાંતરે પોલીસ દ્વારા દરખાસ્ત કરીને પાસા હેઠળ રાજ્યની જુદીજુદી જેલમાં મોકલવામાં આવતા હોય છે. પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા દિવસોમાં મોરબી, માળિયા સહિતના વિસ્તારમાંથી કુલ મળીને ૯ શખ્સોને પાસા હેઠળ સુરતની જેલમાં ધકેલાયા છે હાલમાં જે આરોપીને જેલ હવાલે કરાયા છે તેમા સસ્તામાં સોનુ આપવુ, જમીન હડપ કરી લેવી તેમજ દારૂના ગુનામાં આવેલા આરોપીનો સમાવેશ થયા છે અને આરોપીમાં સલીમ દાઉદ માકેણ, યુસુફ કાદરભાઇ જેડા, અજય રૂડાભાઇ જેતપરા, અશોક બહાદુરભાઇ સારલા, વિમલ મુલજીભાઇ જાદવ, હરેશ નરશીભાઇ દેવાયકા, રાજુ દેવાભાઇ ખીટ, કાનજી ઉર્ફ ભુપત દેવજીભાઇ કુંભરવાડીયા અને કાનાભાઇ સામલાભાઇ સોઢીયાનો સમાવેશ થયા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here