મોરબીઃ અમરાપર ગામે દેશી બંદૂક સાથે શખ્સ ઝડપાયો

0
19
Share
Share

મોરબી, તા.૮

મોરબી તાલુકા પોલીસ ટીમે અમરાપર ગામની સીમમાંથી દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઈસમને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમરાપર ગામની સીમમાંથી પસાર થતા મહેશ ઉર્ફે મહિલો ઉર્ફે ભદીયો વેલજીભાઈ રુદાતલા (ઉ.વ.૪૦) રહે અમરાપર વાળાને ઝડપી લઈને તેની પાસેથી લાયસન્સ કે પરવાના વગરની દેશી હાથ બનાવટની જામગરી બંદુક સિંગલ બેરલ કીમત રુ ૧૫૦૦ વાળી મળી આવતા બંદુક સાથે આરોપીને ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here