મોરબીઃ અપહરણ-દુષ્કર્મનાં ગુન્હામાં ૩ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

0
161
Share
Share

મોરબી, તા.૨૩

મોરબી તાલુકાના ગામમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના ગુન્હામાં આરોપી ત્રણ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપીને એલસીબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લીધો છે. મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે રાકેશ બામણીયા નામનો ઇસમ અપહરણ કરી ગયો હોય જે અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને અપહરણ તેમજ દુષ્કર્મના ગુન્હામાં આરોપી રાકેશ રણસિંહ બામણીયા રહે અલીરાજપુર એમપી વાળો ત્રણ વર્ષથી નાસતો ફરતો હોય જેને અલીરાજપુર તેના વતનમાંથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના હીરાભાઈ ચાવડા, પોલાભાઈ ખાંભરા, ચંદ્રકાંતભાઈ વામજા, કૌશિકભાઈ મારવણીયા, જયવંતસિંહ ગોહિલ, જયેશભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, સહદેવસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here