મોદી હૈ તો મુમકિન હૈઃ સતત ૧૭મા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો

0
10
Share
Share

પેટ્રોલની ૮.૫૦ રૂપિયાનો વધારો તો ડીઝલ ૯.૭૭ રૂપિયા મોંઘું થયું, ડિઝલ અત્યાર સુધીની સૌથી ઊંચી ટોચે પહોંચ્યુ

ન્યુ દિલ્હી,તા.૨૩

સામાન્ય જનતાને મોંઘવારીથી થોડી રાહત મળવાની આશા જોવા મળી રહી છે. પહેલીવાર જ્યારે માર્કેટિંગ કંપનીઓએ દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે ફરી એકવાર ઓઇલ માર્કેટિંગ કંપનીએ ભાવમાં વધારો કર્યો છે.

પેટ્રોલની કિંમતમાં ૦.૨૦ રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં ૦.૫૫ રૂપિયાનો વધારો કર્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને ૭૯.૭૬ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો. ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ડીઝલના ભાવ ૭૯.૪૦ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં એક તરફ ગત ૧૫ દિવસથી ક્રૂડ ઓઇલની કિંમત ૩૫-૪૦ ડોલર પ્રતિ બેરલ વચ્ચે છે. તો બીજી તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધતી જોવા મળી રહી છે.

જાણકારોનું કહેવું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગત ૧૭ દિવસમાં પેટ્રોલની કિંમતમાં લગભગ ૮.૫૦ રૂપિયાનો વધારો કર્યો છે. તો બીજી તરફ ડીઝલ ગત ૧૭ દિવસમાં ૯.૭૭ રૂપિયા મોંઘું થયું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here