મોદી સરકાર ભારતીય સેના સાથે છે કે ચાઇનિઝ સેના સાથે?: રાહુલ ગાંધી

0
20
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૬

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પૂર્વી લદ્દાખમાં એલએસીની સાથે ચીનની વધતી સૈન્ય પ્રવૃત્તિઓ અંગે ટ્‌વીટ કરીને કેન્દ્ર સરકારને ફરી એકવાર નિંદા કરી હતી. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે ચીન સાથેના તણાવને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવેદનોમાં કોઈ મેળ નથી. કોંગ્રેસ નેતાએ લખ્યું, ’વડા પ્રધાને કહ્યું કે કોઈ સીમામાં પ્રવેશ્યું નહીં, ત્યારબાદ ચીન સ્થિત બેન્ક પાસેથી મોટી લોન લીધી. ત્યારે સંરક્ષણ પ્રધાને કહ્યું કે ચીને દેશ પર અતિક્રમણ કર્યું છે, હવે ગૃહ રાજ્ય પ્રધાને કહ્યું કે કોઈ અતિક્રમણ નથી. મોદી સરકાર ભારતીય સૈન્ય સાથે છે કે ચીન સાથે? આટલો ડર શાનો છે? ’

નોંધપાત્ર વાત એ છે કે જૂન મહિનામાં ભારત-ચીન સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું હતું કે દેશની કોઈ પણ સૈન્ય ભારતીય સીમામાં પ્રવેશ કરી નથી. જો કે, કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રના દાવાઓને સતત નકારી કાઢી છે અને ચીન મુદ્દે મોદી સરકારને ઘણી વખત ઘેરી લીધી છે. રાહુલ ગાંધીએ આવી ઘણી વખત ટ્‌વીટ કરીને કેન્દ્ર સરકારને સવાલો પૂછ્યા છે. મંગળવારે તેમણે રાજનાથ સિંહના નિવેદન પર નિશાન સાધતા કહ્યું કે સંરક્ષણ પ્રધાનના નિવેદનથી સ્પષ્ટ છે કે મોદીજીએ ચીની અતિક્રમણ અંગે દેશને ગેરમાર્ગે દોર્યો છે. તમે ક્યારે ચીન સામે ઉભા થશો?

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here