મોદી સરકાર પીએલઆઇ સ્કીમ હેઠળ પાંચ વર્ષમાં બે લાખ કરોડનો ખર્ચ કરશે

0
18
Share
Share

દેશના કુલ દસ સેક્ટરની કંપનીઓને તેનાથી ફાયદો થશે

ન્યુ દિલ્હી,તા.૧૧

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદ હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો થયા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કેબિનેટે પીએલઆઇ સ્કીમને મંજૂરી આપી છે. આ સ્કીમ હેઠળ સરકાર પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. દેશના કુલ દસ સેક્ટરની કંપનીઓને તેનાથી ફાયદો થશે.

ઓટો અને ઓટો કમ્પોનન્ટ બનાવનારી કંપનીઓને હવે સૌથી વધારે પ્રોત્સાહન આપવાની તૈયારી છે. દેશમાં ઉત્પાદન વધારવા માટે સરકારે પ્રોડક્શન લિંક્ડ પ્રમોશન સ્કીમે એલાન કર્યુ છે. આ સ્કીમ હેઠળ ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ઉત્પાદન વધારશે તેને પ્રોત્સાહન આપવામાં આવશે.

ઓટો, ઓટો કમ્પોનન્ટ બનાવનારી કંપનીઓ, ફાર્મા, ફૂડ પ્રોડક્ટ, વ્હાઇટ ગૂડ્‌સ, એડવાન્સ સેલ બેટરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓને પ્રોત્સાહન મળી શકે છે. સરકારે એડવાન્સ કેમિસ્ટ્રી સેલ બેટરી માટે ૧૮,૧૦૦ કરોડ રૂપિયાના ઇન્સેન્ટિવનું એલાન કર્યુ છે. ઇલેક્ટ્રોનિક ટેક્નોલોજી પ્રોડક્ટ્‌સ માટે ૫,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોત્સાહનની જાહેરાત થઈ, ઓટોમોબાઇલ અને ઓટો કમ્પોનન્ટ સેક્ટર માટે ૫૭,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોત્સાહનની જાહેરાત થઈ. ફાર્મા સેક્ટર માટે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોત્સાહનની જાહેરાત થઈ.

ટેલિકોમ અને નેટવર્કિંગ પ્રોડક્ટ્‌સ માટે ૧૨,૧૯૫ કરોડ રૂપિયાના પ્રોત્સાહનની જાહેરાત થઈ. ટેક્સ્ટાઇલ પ્રોડક્ટ્‌સ માટે ૧૦,૬૮૩ કરોડ રૂપિયાના ઇન્સેન્ટિવનું એલાન થયું છે. ફૂડ પ્રોડક્ટ સેક્ટર માટે ૧૦,૯૦૦ કરોડ રૂપિયાના ઇન્સેન્ટિવનું એલાન થયું છે. હાઈ એફિશિયન્સી સોલર પીવી મોડ્યુલ્સ માટે ૪,૫૦૦ કરોડ રૂપિયાનું એલાન થયું છે. વ્હાઇટ ગૂડ્‌સ એસી એ્‌ડ એલઇડી માટે ૬,૨૩૮ કરોડ રૂપિયાનું એલાન થયું છે. સ્પેશ્યિલિટી સ્ટીલ સેક્ટર માટે ૬,૩૨૨ કરોડ રૂપિયાનું એલાન થયું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here