મોદી સરકારનો મેગા પ્લાન અમદાવાદ-દિલ્હી સહિત સાત નવા રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવાની તૈયારી

0
18
Share
Share

સુરત,તા.૧૪

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની લોકો આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યા છે. તેવામાં હવે આગામી સમયમાં કેન્દ્ર સરકારે દિલ્હી-અમદાવાદ સહિત સાત નવા રૂટ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવાની સંભાવના પર કામ શરૂ કરી દીધું છે. અને આ માટે લગભગ ૧૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ પણ મોદી સરકાર કરી શકે છે. કોરોના સંકટ વચ્ચે પણ આ અંગે સરકાર દ્વારા એક મહત્વપુર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર દિલ્હી-વારાણસી (૮૬૫ કિમી), મુંબઈ-નાગપુર (૭૫૩ કિમી), દિલ્હી-અમદાવાદ (૮૮૬ કિમી), ચેન્નાઈ-મૈસુર (૪૫૩ કિમી), દિલ્હી-અમૃતસર (૪૫૯ કિમી), મુંબઈ-હૈદરાબાદ (૭૧૧ કિમી) અને વારાણસી-હાવડા (૭૬૦ કિમી) રૂટ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામ શરૂ કરવાની સંભવાનાને લઈ વિસ્તૃત પરિયોજના રિપોર્ત તૈયાર કરવા માટે મોદી સરકારે આદેશ આપી દીધો છે.

જેના પર કુલ લગભગ ૧૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. જો કે હાલના સમાચારો પ્રમાણે કોરોના સંકટને કારણે દેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ પરિયોજના પૂરી થવામાં વિલંબ થઈ શકે છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર અચલ ખેરે જણાવ્યું કે, સરકારે આ સાત નવા કોરિડર માટે ડીપીઆર તૈયાર કરવા માટે કહ્યું છે. રિપોર્ટ તૈયાર થયા બાદ એ નક્કી કરી શકાય છે કે તેના પર કેટલો ખર્ચ આવશે. અને એ પણ જરૂરી નથી કે નવા કોરિડોર જાપાની ટેક્નોલોજીના આધારે જ બનાવવામાં આવે. હાલમાં રેલ્વે બોર્ડના ચેરમેન તેમજ સીઈઓ વી.કે.યાદવે કહ્યું હતું કે,

મુંબઈ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન યોજનાના ટાઈમફ્રેમ પર પુનર્વિચાર કરવામાં આવી શકે છે, કેમ કે કોરોના સંકટના કારણે જમીન અધિગ્રહણમાં વિલંબ થઇ રહ્યો છે. તેઓએ કહ્યું કે, આગામી ૩ કે છ મહિનામાં એક પાક્કી ટાઈમલાઈન સામે આવી જશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે ડિસેમ્બર ૨૦૨૩ની ડેડલાઈન નક્કી કરવામાં આવે છે. પણ પોતાની ટાઈમલાઈન પ્રમાણે આ પ્રોજેક્ટ પુર્ણ થઈ શકશે તેમ લાગતું નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here