મોદીની પર્સનલ વેબસાઈટનું ટિ્‌વટર અકાઉન્ટ હેક કરાયું

0
28
Share
Share

હેકરે કોવિડ-૧૯ રિલિફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઈનની માગ કરી છે, ટિ્‌વટ્‌સ તરત ડિલિટ પણ કરી દેવાયા હતા

નવી દિલ્હી,તા.૩

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું ટિ્‌વટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. હેકરે કોવિડ-૧૯ રિલિફ ફંડમાં બિટકોઈન ડોનેટ કરવાની માગ કરી હતી. જો કે, આ ટિ્‌વટ્‌સ તાત્કાલિક ડિલિટ પણ કરી દીધા હતા. પીએમ મોદીની પર્સનલ વેબસાઈટના ટિ્‌વટર હેન્ડલ પર એક મેસેજમાં લખવામાં આવ્યું હતું- ’હું આપ સૌને અપીલ કરું છું કે, કોવિડ-૧૯ માટે બનાવાયેલા પીએમ મોદી રિલિફ ફંડમાં ડોનેટ કરો. અન્ય એક ટિ્‌વટમાં હેકરે લખ્યું, આ અકાઉન્ટ જોને વિક દ્વારા હેક કરાયું છે. અમે પેટીએમ મોલ હેક નથી કર્યું. જો કે, આ ટિ્‌વટ હવે ડિલિટ કરી નાખવામાં આવ્યા છે. ટિ્‌વટરે પણ ગુરુવારે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ભારતીય પીએમ નરેન્દ્ર મોદીની અંગત વેબસાઈટના અકાઉન્ટને હેક કરાયું છે અને તેમાંથી ઘણા ટિ્‌વટ્‌સ કરાયા છે. ટિ્‌વટરે એમ પણ કહ્યું કે, અમે આ અકાઉન્ટને સુરક્ષિત કરવા માટેના પગલા લીધા છે. ટિ્‌વટરના એક પ્રવક્તાએ કહ્યું કે, અમે આ સ્થિતિમાં સક્રિયતાથી તપાસ કરી રહ્યા છે. હાલ અન્ય કોઈ અકાઉન્ટ પ્રભાવિત થયા હોય તેની જાણકારી નથી. ઉલ્લેખનીય છે કે, પેટીએમ મોલની ડેટા ચોરીમાં જોન વિક ગ્રુપનું નામ આવ્યું હતું. સાઈબર સિક્યુરિટી ફર્મ સાઈબલે ૩૦ ઓગસ્ટે દાવો કર્યો હતો કે, જોન વિક ગ્રુપે પેટીએમ મોલનો ડેટા ચોરી કર્યો છે. સાઈબલનો દાવો હતો કે, આ હેકર ગ્રુપે ખંડણી માગી હતી. જો કે, પેટીએમે આ દાવાને નકારતા કર્યું હતું કે, ડેટા ચોરી થવા જેવી ઘટના બની નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here