મોદીનાં જન્મદિને સુરતમાં ૧૨ના ટકોરે કેક કપાઈ

0
12
Share
Share

પ્રધાનમંત્રી મોદીની જન્મદિન માટે ૭૧ ફુટ લાંબી કેક
કેક કાપ્યા બાદ અંધજન શાળામાં બાળકો,અનાથ આશ્રમ સહિતની અનેક સંસ્થાઓમાં પહોંચાડવામાં આવી
સુરત,તા.૧૭
૧૭મી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૧ મો જન્મદિવસ છે ત્યારે તેમના આ જન્મદિવસના ભાગરૂપે બુધવારે રાત્રિના ૧૨ના ટકોરે સુરત ખાતે વિશાળ ૭૧ ફૂટ લાંબી કેક કટિંગ કરવામાં આવી છે. સુરતની ખાનગી બેકરી દ્વારા આ કેક કટિંગ કરવામાં આવી છે. જે કેક સાત જેટલા કોરોના વોરિયરના હસ્તે કટિંગ કરવામાં આવી છે. આ બાદ કેક અંધજન શાળામાં બાળકો,અનાથ આશ્રમ સહિતની સંસ્થાઓમાં પોહચાડવામાં આવશે. બેકરી દ્વારા બનાવવામાં આવેલી ૭૧ ફૂટ લાંબી આ કેમાં વર્તમાન સ્થિતિમાં પોતાની ફરજ નિભાવી રહેલા અલગ અલગ ક્ષેત્રના કોરોના વોરિયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અલગ અલગ થીમ કેક પર જોવા મળી રહી છે. બ્રેડલાઈનર છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સામાજિક જાગૃતિનો કાર્યક્રમ કરીને ઉજવણી કરે છે. આજે દક્ષિણ ગુજરાત કોરોના મહામારીમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે.
કોરોના વોરિયર્સની મહેનત સંઘર્ષ અને હિંમતને કારણે અનેક લોકો કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થઇ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જાન હે તો જહાં હે, કોરોનાને ફેલાતો રોકવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે અમે આ વર્ષે ડિજિટલ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. ડિજિટલ ઉજવણી દ્વારા અમે વર્લ્‌ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ. ૭૧૧ કોરોના વોરિયર્સ ડિજિટલ કટીંગ કરશે અને વર્લ્‌ડ રેકોર્ડ સર્જાશે. બ્રેડલાઈનર પરિવારે પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે અને નરેન્દ્ર મોદીના ઉદ્દેશ્યને લોકો સુધી પહોંચાડવા માટે કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમ બાદ કોરોના વોરિયર્સને સુરત, વાપી, વલસાડ, બારડોલી, વ્યારા, વડોદરા, ભરૂચ, અંકલેશ્વરમાં આવેલા બ્રેડલાઈનરના આઉટલેટમાંથી ૫૦૦ ગ્રામની કેક આપવામાં આવશે. આ કેક કોરોના વોરિયર્સ ઘરે લઈને તેના પરિવાર સાથે એક કટિંગ કરીને ઉજવણી કરશે. ૧૭ સપ્ટેમ્બરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૭૦ વર્ષ પૂર્ણ કરીને ૭૧માં વર્ષમાં પ્રવેશ કરશે. તેથી અમે ૭૧૧ કોરોના વોરિયર્સને કેક આપીને સન્માન કરવાનો નિર્ણય કર્યો છે. ગત વર્ષ ૨૦૧૯માં કેક અગેન્સ્‌ કરપ્શન કાર્યક્રમમાં ૭૦૦૦ કિગ્રાની ૭૦૦ ફૂટ લાંબી કેક બનાવવામાં આવી હતી સમાજમાં પ્રમાણિક લોકો દ્વારા કેક કાપીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here