મોટી વયમાં લગ્નનો ક્રેઝ છે

0
20
Share
Share

મોટી વયમાં પિતા બનવાની બાબત આદર્શ છે…
તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે મોટી વયમાં પિતા બનવાની બાબત બાળકો માટે સારી રહે છે. મોડેથી પિતા બનવાની બાબત સાથે બાળકોની લાંબી લાઈફ સાથે સીધો સંબંધ રહેલો છે. અમેરિકી વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એવા બાળકો જેના પિતા અને દાદાની વય વધારે હોય છે. તે બાળકોની જેનેટિક બનાવટ જુદા પ્રકારની હોય છે. અને તેમની વય વધારે હોઈ શકે છે. અમેરિકી વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોઈ વ્યક્તિના સ્પર્મની જિનેટિક બનાવટ વયની સાથે બદલાય છે અને તેના ડીએનએ કોડ એવા બની જાય છે જેનાથી વય વધે છે. અને આ જિનેટિક કોડ બાળકોને મળે છે. ૧૭૭૮ લોકોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસ બાદ આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. આ અભ્યાસના પરિણામ અમેરિકી સંસ્થા નેશનલ એકેડમી ઓફ સાયન્સના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વયના સંબંધ ટેલોમેયર જેવી બાબત સાથે સંબંધિત છે. જે જિનેટિક કોડ અથવા તો ડીએનએ ને રાખનાર ગુણ સુત્રોના ટોંચ ઉપર સ્થિત હોય છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ટેલોમેયર નાના હોવાની સ્થિતિમાં વય નાની હોય છે. ટેલોમેયર ક્રોમોઝોમ અથવા તો ગુણ સુત્રોને નુકશાન થવાથી બચાવે છે. મોટાભાગના કોષમાં તેની લંબાઈ વય વધવાની સાથે ઘટી જાય છે. પરંતુ નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સ્પર્મમાં ટેલોમેયરની લંબાઈ વયની સાથે વધી જાય છે. પુરુષો પોતાના ડીએનએ સ્પર્મ મારફતે બાળકોને આપે છે. જેથી આગામી પેઢીમાં આ લાંબા સમય ટેલોમેયર પરંપરાગત ગુણને આગળ વધારે છે. આ અભ્યાસના તારણો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે એવી ગણતરી રહે છે કે પિતા બનવામાં મોડુ થવાથી ગર્ભપાતનો ખતરો વધી જાય છે. પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે આરોગ્યની દ્રષ્ટિએ આના ફાયદા રહેલા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here