મોંઢે રૂમાલ બાંધીને આવેલા છથી સાત માણસોની ગેંગ સામે પોલીસે તપાસ હાથ ધરી : ૬૪,૫૦૦ની લૂંટ થઈ

0
24
Share
Share

અમદાવાદ,તા.૪

અમદાવાદના ધાર્મિક સ્થળો હવે સલામત નથી. તાજેતરમાં જ નરોડા અને સેટેલાઇટમાં પણ ધાર્મિક સ્થળોએ ચોરીનો બનાવ બન્યો હતોમ ત્યારે હવે વધુ એક ધાર્મિક સ્થળને તસ્કરોએ નિશાને બનાવી છે. ઓગણજ- લપકામણ રોડ પર આવેલા પંચ જિનેશ્વર કેવલધામ નામના જૈન દેરાસરમાં મોડી રાતે લૂંટનો બનાવ બન્યો હતો. મોઢે રૂમાલ બાંધીને આવેલા છથી સાત માણસોની ગેંગે સિક્યુરિટી ગાર્ડના મોંઢે રૂમાલ બાંધી માર મારી દેરાસરમાંથી લૂંટ ચલાવી હતી. લૂંટારુઓ દેરાસરમાંથી ભગવાનની નાની મૂર્તિ, દાનપેટીમાંથી રોકડ, ઓફિસની તિજોરીમાંથી રોકડ મળી ૬૪, ૫૦૦ની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે સોલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. સોલા પોલીસે લૂંટારુઓ સામે ગુનો નોંધી  તપાસ શરૂ કરી છે. ઓગણજ ગામમાં આવેલા સુરમ્ય ફ્લાવર ફ્લેટમાં નાગરભાઈ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. નાગરભાઈ ઓગણજ- લપકામણ રોડ પર આવેલા પંચ જિનેશ્વર કેવલધામ નામના જૈન દેરાસરમાં પાંચ વર્ષથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ત્રણ સિક્યુરિટી ગાર્ડ હોય છે જેમાં બે આરામ કરે છે અને એક ફરજ પર હાજર હોય છે. ઓફિસ પાસે લોખંડના સળિયાનો ઘંટ છે જે દર કલાકે વગાડે છે. ગુરુવારે રાતે નાગરભાઇની નોકરી હતી જેથી મોડી રાતે તેઓ દેરાસરમાં હાજર હતા. એક વાગ્યે ઘંટ તેઓએ વગાડ્યો હતો. ત્યારે જ દેરાસરની દિવાલ કૂદી મોંઢે રૂમાલ બાંધેલા છથી સાત માણસો આવ્યા અને નાગરભાઇના મોઢે કપડું બાંધી મોઢું દબાવી માર માર્યો હતો. લૂંટારુઓએ મંદિર અને ઓફિસમાં પ્રવેશી ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બાદમાં મોઢે બાંધેલું કપડું ખોલી તેઓએ મંદિરમાં પાછળ સુતેલા દિલીપભાઈને જગાડ્યા હતા. મંદિરમાં તપાસ કરતા ભગવાનની નાની મૂર્તિ, દાનપેટીમાંથી રોકડ, ઓફિસની તિજોરીમાંથી રોકડ અને ચાંદીના ગિલેટવાળો પંચધાતુનો મુગટ મળી રૂ. ૬૪, ૫૦૦ની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. નાગરભાઈને  સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાને લઈને સોલા પોલીસે ગુનો નોંધી આદિવાસી જિલ્લાની ગેંગે અંજામ આપ્યો હોવાની શંકા રાખી તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here