હિંમતનગર,તા.૧૯
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે જિલ્લામાં ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે ત્યારે હિંમતનગર ખાતે આવેલ વકતાપૂર જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસી ઉમેદવાર અને તાલુકા પંચાયતના કોંગ્રેસી ઉમેદવારોએ અનોખો પ્રચાર કરી લોકો સમક્ષ વોટ માંગ્યા હતા. જિલ્લામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ થઇ ચુક્યો છે ત્યારે હિંમતનગર તાલુકાના વક્તાપુર જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના કાંતિભાઈ પરમાર અને તાલુકા પંચાયત બેઠકના રોહિતભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર સીટના કોંગ્રેસી ઉમેદવાર આજથી અનોખો પ્રચાર શરુ કર્યો હતો. તેઓ ગાડામાં મોંઘવારીને લઈને લોકમાનસ પર ચિત્ર અંકિત થાય તેને લઈને પ્રચાર કર્યો હતો.
તો ગામમાં ફળીયે ફળીયે બળદગાડાની રેલી કહો કે અનોખો પ્રચાર પણ આ માધ્યમ થકી કોંગી ઉમેદવારોએ લોકો પાસે પહોંચી મત માંગ્યા હતા. દેશમાં વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખી બળદગાડામાં તેલના ડબ્બા, એક્ટિવા અને ગેસની બોટલ મૂકી બળદગાડામાં પ્રચાર કરી લોકો સમક્ષ વોટ માંગ્યા હતા ત્યારે લોકો પણ આ અનોખા પ્રચારમાં જોડાયા હતા. કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે દિન પ્રતિદિન મોંઘવારીનો માર સહન કરી રહેલ લોકો વચ્ચે કોંગ્રેસ હવે અનોખો પ્રચાર કરી રહ્યાં છે. વક્તાપુર જિલ્લા પંચાયતના કોંગ્રેસ ઉમેદવાર કાંતિભાઈ પરમાર ગાડા સાથે પ્રચારમાં નીકળતા સ્થાનિક લોકોનો પણ સહયોગ મળ્યો હતો.
દિન પ્રતિદિન ગેસ, પેટ્રોલ અને તેલમાં ભાવમાં નોંધપાત્ર વધારો થતો રહ્યો છે ત્યારે લોકો પણ મોંઘવારીના માર વચ્ચે કોંગ્રેસના ઉમેદવારો દ્વારા આવો અનોખો વિરોધ કરી વોટની માંગણી કરી હતી. સમગ્ર દેશ જ્યારે મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારો ભાજપ સરકારના વિરોધ સાથે લોકો સમક્ષ વોટ માંગવા જઈ રહ્યા છે ત્યારે લોકો પણ આ વિરોધ સાથેના પ્રચારમાં જોડાતા જોવા મળ્યા હતા.