‘મૈં મુલાયમ સિંહ યાદવ’નું નવું પોસ્ટર રિલીઝ

0
69
Share
Share

મુંબઈ,તા.૨૫

સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવના જીવન પર બની રહેલી ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં અમિત સેઠી, મુલાયમ સિંહના રોલમાં જોવા મળે છે. આ પહેલાં લૉકડાઉન દરમિયાન ફિલ્મના મોશન પોસ્ટર તથા સવા મિનિટનું ટીઝર પણ સામે આવ્યું હતું. મેકર્સે હજી સુધી ફિલ્મની રિલીઝને લઈ કોઈ માહિતી આપી નથી. પોસ્ટર શૅર કરીને કેપ્શન આપવામાં આવ્યું હતું, ‘તેઓ આવ્યા. જ્યારે મૂડીવાદ તથા બ્યૂરોક્રસી રાજકારણના મુખ્ય આધારસ્તંભ હતાં ત્યારે તેણે રાજકિય દૃષ્ટિકોણ બદલ્યો હતો.

ફિલ્મમાં અમિત સેઠી, મિમોહ ચક્રવર્તી, ગોવિંદ, નામદેવ, મુકેશ તિવારી, ઝરીના વહાબ તથા સુપ્રિયા કાર્ણિક જોવા મળશે. ડિરેક્ટર સુવેન્દુ રાજ ઘોષે ફિલ્મને ડિરેક્ટ કરી છે અને પ્રોડક્શન મીના સેઠી મંડલનું છે. ફિલ્મનું મોશન પોસ્ટર તથા ટીઝર એપ્રિલમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં મુલાયમ સિંહની સફર બતાવવામાં આવી છે કે કેવી રીતે એક ખેડૂતનો દીકરો રાજકારણમાં આવે છે. મોશન પોસ્ટરમાં ઘણાં નારા સાંભળવા મળ્યાં હતાં, જેમાં ‘જિસકા જલવા કાયમ હૈં, ઉસકા નામ મુલાયમ હૈં…’

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here