મે મહિનામાં ઓઇલની આયાત ૮ વર્ષની સૌથી નીચી સપાટીએ

0
43
Share
Share

મુંબઇ,તા.૨૪

ભારતમાં ક્રૂડ ઓઇલની આયાત મે મહિનામાં ઓક્ટોબર, ૨૦૧૧ પછીની સૌથી નીચી સપાટીએ પહોંચી છે, કારણ કે ઇંધણની માંગમાં સતત ઘટાડા બાદ રિફાઇનરીઓએ સ્ટોરેજ ઘટાડવા માટે ખરીદી ઓછી કરી છે એવું ઉદ્યોગોજગતનાં સૂત્રોએ જણાવ્યુ છે.

સત્તાવાર આંકડા મુજબ મે મહિનામાં ભારતે દૈનિક ૩૧.૮ લાખ બેરલ (બીપીડી) ક્રૂડની આયાત કરી છે જે ગત એપ્રિલની તુલનાએ ૩૧ ટકા અને વાર્ષિક તુલનાએ ૨૬ ટકા ઓછી છે.

કોરોના વાયરસને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે માંગમાં અનપેક્ષિત ઘટાડો થયો છે, એપ્રિલમાં ભારતીય રિફાઇનરોએ ઓઇલ સસ્તુ થતા જંગી ખરીદી કરવાની સાથે વ્યૂહાત્મક અનામત માટે કેન્દ્રીય સરકારને વધારાનો જથ્થો વેચી દીધો હતો અને ક્રૂડની આયાત ઘટાડવાની ઘોષણા કરી હતી.

રિફાઈનર્સ, જે સામાન્ય રીતે એક થી બે મહિના અગાઉ જ કાર્ગો બુક કરે છે, એપ્રિલમાં લિફ્ટિંગ માટે નક્કી કરેલા કેટલાક ટર્મ કાર્ગોને પણ મુલતવી રાખ્યા હતા.

મે મહિનામાં, સાઉદી અરેબિયા સતત બીજા મહિને ભારતને ટોચનું ઓઇલ સપ્લાયર રહ્યુ હતું, જોકે એપ્રિલ મહિનાથી તેની સપ્લાયમાં લગભગ ૨૮ ટકાનો ઘટાડો થયો હતો, એવું આંકડા દર્શાવે છે.

ઇરાકમાંથી ભારતની ઓઇલની આયાત ૪૩% ઘટીને લગભગ ૫,૫૪,૦૦૦ બીપીડી રહી છે, જે ઓક્ટોબર ૨૦૧૬ પછીની સૌથી નીચી સપાટી છે, તેવું રોઇટર્સ દ્વારા સંકલિત આંકડા દર્શાવે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here