મેદાનમાં રમતી વખતે વીજળી પડવાથી બે ક્રિકેટરનાં મોત

0
20
Share
Share

બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના સર્જાઈ

મોહમ્મદ નદીમ અને મિજાનુર રહમાનના વીજળીના કારણે કરુણ મોત  નિપજતા ક્રિકેટ જગતમાં શોક ફેલાયો

જાકા,તા.૧૨

બાંગ્લાદેશમાં બે યુવાન ક્રિકેટર્સની વીજળી પડવાના કારણે મોત થઇ ગઈ. આ ખેલાડીઓના નામ છે મોહમ્મદ નદીમ અને મિજાનુર રહમાન,  આ બંને ખેલાડીઓ ઢાકાની બહાર ગાજામાં સ્ટેડીયમમાં ફૂટબોલ રમી રહ્યા હતા અને ત્યારે જ દુર્ઘટના થઇ. વરસાદના કારણે તેમની ક્રિકેટ ટ્રેનીંગ રોકાઈ ગઈ હતી અને તે બંને ફૂટબોલ રમી રહ્યા હતા અને ત્યારે તેમના પર વીજળી પડી. આ ઘટનાના સાક્ષી મોહમ્મદ પલાશેએ કહ્યું કે અચાનક જ વીજળી પડી અને મેં જોયું ત્રણ છોકરા મેદાન પર પડ્યા છે. અન્ય ખેલાડી તેમની પાસે ગયા અને ઊંચકીને હોસ્પિટલ ખસેડ્યા. બાદમાં બે ખેલાડીઓને મૃત જાહેર કરી દેવાયા. શહીદ તજુદ્દીન મેડિકલ હોસ્પિટલના તબીબે પુષ્ટિ કરીને ૧૬ વર્ષના યુવકોની મોત વીજળી પડવાના કારણે થઇ છે. ક્રિકેટ કોચ અનવર હુસૈન લીટને ખુલાસો કર્યો કે મોહમ્મદ નદીમ અને મિજાનુર રહેમાન ટૂર્નામેન્ટમાં જગ્યા પાક્કી કરવા માટે ટ્રાયલની તૈયારી કરી રહ્યા હતા. ટૂર્નામેન્ટમાં રાષ્ટ્રીય પ્રતિયોગીતા માટે તેમના પર ધ્યાન મળી શકતું હતું. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં વીજળી પાડવાના કારણે વર્ષ ૨૦૧૬માં મે મહિનામાં એક જ દિવસમાં ૮૨ લોકોના મોત થઇ ગયા હતા. બાંગ્લાદેશનાં ડીઝાસ્ટર ફોરમના આંકડા અનુસાર વીજળી પડવાના કારણે આ વર્ષે ઓછામાં ઓછા ૩૫૦ લોકોની મોત થઇ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે મોતના આંકડા વધી રહ્યા છે કારણ કે દક્ષિણ એશિયન દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં વધતાં વનનો નાશ થઇ રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here