મેટ્રો રોલ પ્રોજેક્ટઃ વિવાદમાં ફસાયેલ સંજય ગુપ્તાની કેમ્બે હોટેલ વેચાઇ

0
17
Share
Share

અમદાવાદ,તા.૨૯

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટના વિવાદમાં ફસાયેલા ગુજરાતના આઇએએસ અધિકારી સંજય ગુપ્તાની નિસા ગ્રુપની ૭ કેમ્બે હોટલો વડોદરાના હોટેલ ગ્રુપ એક્સપ્રેસ ગ્રુપે ખરીદી લીધી છે. સોદો પૂરો કરવા એક્સપ્રેસ ગ્રુપ નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. આ સોદાથી એક્સપ્રેસ ગ્રુપની રૂમોની ક્ષમતામાં ૮૦૦ રૂમ્સનો વધારો થશે. આ નવી કેમ્બે હોટલો ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં અને રાજસ્થાનમાં નિમરાણા, ઉદેપુર અને જયપુરમાં આવેલી છે.

અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટના પૂર્વ ચેરમેન અને વિવાદાસ્પદ પૂર્વ સંજય ગુપ્તા નિસા ગ્રુપની કેમ્બે હોટલોનો માલિક હતો. તેની સામે ૨૦૧૭માં મની લોન્ડરિંગનો કેસ થયો હતો જે અંતર્ગત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૦૧૯ તેની રૂ. ૩૬ કરોડની સંપત્તિઓ જપ્ત કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here