મેટ્રિમોનિયલ સાઈટ વડે ૫૦થી વધુ યુવતીઓ સાથે સંબંધ રાખનાર આરોપી ઝડપાયો

0
25
Share
Share

અમદાવાદ,તા.૧૮

લગ્નને જન્મોજન્મનું બંધન માનવામાં આવે છે પણ અગર કોઈ એક જ જનમમાંજ ઘણા બધા અલગ અલગ લોકો સાથે લગ્ન કરી લે તો? હા જો તમે પણ મેટ્રીમોનિયલ સાઈટ પરથી વર કે વધૂ પસંદ કરવાના હોવ તો આ કિસ્સો એક વાર વાંચી લો. શું તમે પણ મેટ્રીમોનિયલ સાઈટ પરથી જીવનસાથી પસંદ કરવાના છો? તો તમને જાણીને નવાઈ લાગશે કે, એક માણસે આ રીતે ઓનલાઈન એપની મદદથી ૫૦થી વધુ યુવતીઓ સાથે લગ્ન કરી લીધા છે. અનેક યુવતીઓ સાથે સંબંધ રાખનાર આરોપી ઝડપાયો છે.

આ ફ્રોડ સૈયા મેટ્રોમોનિયલ સાઈટ ઉપરથી યુવતીઓને ટાર્ગેટ કરતો હતો. માત્ર ગુજરાતની જ નહીં પરંતુ અન્ય રાજ્યોની યુવતીઓનું પણ આ નરાધમે શોષણ કર્યુ છે અને આખરે અમદાવાદ સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપેલા આરોપીનુ નામ સંદિપ મિશ્રા હોવાનું ખુલ્યું છે. એક પછી એક યુવતીઓ સાથે છુટાછેડા થયા બાદ યુવતીઓને ફસાવવાના કારસ્તાન રચતો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here