મેટોડા નજીક રસ્તો ઓળંગતા બાઇક હડફેટે પ્રૌઢનું મોત

0
23
Share
Share

રાજકોટ તા. ૧પ

લોધીકાના મેટોડામાં રહેતા પ્રૌઢ તેમના પત્ની સાથે રસ્તો ઓળંગી જતા હતા ત્યારે બાઇકે હડફેટે લેતા શરીર ઇજા થતાં પ્રૌઢને હોસ્પિટલે ખસેડયા હતા. ત્યાં તેમનું સારવારમાં મોત નીપજયુ હતુ. આ અંગે લોધીકા પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મેટોડામાં રહેતા ખેતાભાઇ ખીમજીભાઇ કોર (ઉ.વ. પપ) નામના પ્રૌઢ તેમના પત્ની લાભુબેનને ઘરની સામેના કારખાને મુકવા જતા હતા ત્યારે રસ્તો ઓળંગતી વેળાએ બાઇકે હડફેટે લેતા ખેતાભાઇને માથામાં અને શરીરે ગંભીર ઇજા થતાં અત્રેની સિવિલમાં ખસેડવામા આવતા તેનું સારવાર બાદ મોત નીપજયુ હતુ. આ ઘટના અંગે લોધીકા પોલીસે કાર્યવાહી કરી હતી.

ખેતાભાઇને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પત્ની લાભુબેન ઘર પાસેની એક કંપનીમાં કામે નોકરી કરતા હતા.સ ખેતાભાઇ બાંધકામના કોન્ટ્રાકટર હતા. હાલ નિવૃત જીવન ગાળતા હતા. ગઇકાલે સાંજે તેમના પત્નીને રસ્તો ઓળંગી કંપનીએ મુકવા જતા હતા ત્યારે પુરઝડપે આવેલા બાઇકે અકસ્માત સજર્યો હતો. ખેતાભાઇનાં મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here