મેટોડા : કાર હડફેટે બાઇક ચડતા શ્રમિકનું મોત

0
15
Share
Share

રાજકોટ તા. ૧ર

મેટોડા જીઆઇડીસીમાં રહેતા અને ત્યા જ કારખાનામાં મજુરી કરતા બકુલભાઇ વાલજીભાઇ સારઠીયા ગઇકાલ સવારે ૯ વાગ્યે પોતાનું મોટરસાયકલ લઇ કારખાનેથી ઘરે જઇ રહયા હતા. ત્યારે મેટોડા જીઆઇડીસીના ગેટ નં ૩ પાસે પુરપાટ ઝડપે આવતી કારે તેમને હડફેટે લઇ બાઇક સાથે ફંગોળી દીધા હતા. જેથી બકુલભાઇને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તત્કાલ ત્યાં હાજર લોકોએ તેમને સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા. જયાં સારવાર દરમિયાન સાંજે પાંચેક વાગ્યા આસપાસ તેમનું મોત નિપજયુ હતુ. મૃતક ૩ ભાઇઓમાં વચેટ હતો. સંતાનમાં ૧ દીકરો અને ૧ દીકરી છે. ઘટનાની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રધુમનનગર પોલીસને કરતા સ્ટાફે હોસ્પિટલે આવી જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી. અને મૃતદેહને પોસ્ટમોટર્મ માટે ખસેડયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here