મેક ઈન ઈન્ડિયા’ની વાતો કરતી મોદી સરકાર ’બાય ફ્રોમ ચાઈના’ને પ્રોત્સાહન આપે છેઃ રાહુલ ગાંધી

0
13
Share
Share

ન્યુ દિલ્હી,તા.૩૦

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી ભારત સરકાર પર ચીન સાથેના સબંધોને લઈને નિશાન સાધ્યુ છે.

ગલવાન ખીણમાં ચીન અને ભારતની સેના વચ્ચે થયેલા ટકરાવ બાદ સતત મોદી સરકાર પર હુમલા કરી રહ્યા છે.રાહુલ ગાંધીએ આજે કહ્યુ હતુ કે, આંકડા ખોટુ બોલતા નથી.ભાજપ વાતો મેક ઈન ઈન્ડિયાની કરે છે અને બાય ફ્રોમ ચાઈનાને પ્રોત્સાહન આપે છે.

રાહુલ ગાંધીએ મનમોહનસિંહ સરકારના કાર્યકાળના અને હાલના મોદી સરકારના કાર્યકાળના આંકડા સાથેનો ગ્રાફ શેર કરતા કહ્યુ હતુ કે, ચીનમાંથી થતી આયાતમાં મોદી સરકારના કાર્યકાળમાં અનેક ગણો વધારો થયો છે.

આ પહેલા પણ રાહુલ ગાંધી પીએમ મોદીને સરેન્ડર મોદીનુ નામ આપી ચુક્યા છે.રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, પીએમ મોદી ચીન સામે સરેન્ડર થઈ ચુક્યા છે.

જોકે રાહુલ ગાંધી જે આરોપો લગાવી રહ્યા છે તેમાં તેમને વિપક્ષનો સાથ મળી રહ્યો નથી.જેમ કે સોમવારે માયાવતીએ કહ્યુ હતુ કે, ચીનના મુદ્દા પર દેશના વિરોધ પક્ષો સરકાર સાથે ખેંચતાણ કરવા માંગતા નથી.આ મુદ્દા પર અમારી પાર્ટી કેન્દ્ર સરકારની સાથે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here