મેક ઇન ઇન્ડિયા સામે નવા પડકારો

0
20
Share
Share

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે હવે જ્યારે સ્થિતી પાછી હળવી બનશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી યોજના મેક ઇન ઇન્ડિયાને ઝડપી દિશા આપવાની બાબત સરળ રહેશે નહીં. કારણ કે કોરોનાના કારણે લોકો આર્થિક મંદી અભૂતપૂર્વ આવી ગઇ છે. કેસોની સંખ્યામાં ઝડપી વધારો થઇ રહ્યો છે. કોરોના બેકાબુ છે. આવી સ્થિતીમાં એક પછી એક પેકેજ સ્થિતીને હળવી કરવા માટે જાહેર કરવામાં આવી રહ્યા છે. જેથી હવે કેટલાક વર્ષો સુધી રિક્વરીમાં જશે. આવી સ્થિતીમાં મેક ઇન ઇન્ડિયાને ગતિ આપવા માટેની બાબત મુશ્કેલરૂપ અને પડકારરૂપ બનેલી છે. સરકારને દરેક હાથને કામ આપવાનુ વચન ચોક્કસપણે આપ્યુ છે પરંતુ હાલમાં તો  લોકડાઉનની સ્થિતીમાં જુના કારોબારને બચાવી લેવામાં જ મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતીમાં સ્થાનિક બજારમાં માંગ વધવાની અપેક્ષા કઇ રીતે કરી શકાય છે. આવી સ્થિતીમાં કંપનીઓની  ્‌ સ્થિતી સુધારી દેવા માટે સરકારી ખરીદીનો રસ્તો જ વિકલ્પ તરીકે રહે છે. ખરીદી નીતિ આવી ગયા બાદ અનેક કંપનીઓ નુકસાનની ચિંતામાંથી બહાર આવી જશે. બજારમાં તેમના પગ જામી જશે. પરંતુ આવી કંપનીઓને એક શરૂઆતી ચેતવણી પણ આપી શકાય છે કે એક મુડીવાદી વ્યવસ્થામાં સરકારી ખરીદી તેની વધારે લાંબા સમય સુધી મદદ કરી શકે નહી. આ સુરક્ષાનો ફાયદો કંપનીઓ પોતાની શોધ માટે કરે તે જરૂરી છે. મેક ઇન ઇન્ડિયા મારફતે ભારત ચીન સાથે સ્પર્ધામાં ઉતરવા માટે તૈયાર છે. તમામ લોકો જાણે છે કે ચીનની મેડ ઇન ચાઇના  અને મેડ ઇન જાપાની બ્રાન્ડ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. ભારતમાં તો આ બન્ને દેશોની ચીજો ધુમથી વેચાય છે. આવી સ્થિતીમાં આ દેશોની સામે ટક્કર લેવા માટે ભારત સરકારને મેક ઇન ઇન્ડિયા હેઠળ તમામ પ્રોડક્ટસને વધારે  ગુણવત્તા સાથે તૈયાર કરવા અને તેની કિંમત પણ ઓછી રાખવામાં આવે તો ભારત સ્પર્ધામાં રહી શકે છે. વિશ્વના દેશો સંરક્ષણવાદની નીતિની દિશામાં હાલમાં વધી રહ્યા છે. મોદી શાસનમાં મેક ઇન ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવ્યા બાદ અનેક વિદેશી કંપનીઓ પણ આમાં સક્રિય રસ દર્શાવી ચુકી છે. આ હેઠળ રોકાણ કરવા માટે તૈયારી કરી રહી છે.  મેક ઇન ઇન્ડિયા યોજનાને લઇને હાલમાં ચારેબાજુ ટિકા ટિપ્પણી થઇ રહી છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજનાને વધારે પારદર્શક અને અસરકારક બનાવે તે જરૂરી છે. આને લઇને કંપનીઓ વધારે સક્રિય થાય અને આના મારફતે જંગી રોકાણ આવે તે પણ જરૂરી છે. ટિકા ટિપ્પણીના દોર વચ્ચે સરકાર હવે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે તૈયારી કરી ચુકી છે. જેના ભાગરૂપે ટુંક સમયમાં જ એક નીતિ લાગુ કરવામાં આવનાર છે. સરકારી સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ નીતિ હેઠળ સરકાર પોતાના અને ભારતીય રેલવેના ઉપયોગ માટે ભારતમાં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ પાસેથી વાર્ષિક આશરે બે લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓની ખરીદી કરનાર છે. સંરક્ષણ સંબંધી વસ્તુઓ આ નીતિ હેઠળ આવશે નહી. ખરીદીની ચીજોની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની દિશામાં આને એક ઐતિહાસિક પહેલ તરીકે ગણવામાં આવે છે.  અલબત્ત કોમ્પ્યુટર, મોબાઇલ, સ્ટેશનરી અને દવા ઉપરાંત સ્ટીલ અને એલ્યુમિનિયમનો ઉલ્લેખ પણ આ પ્રસ્તાવમાં રહેલો છે. આ નીતિને ગ્લોબલ સ્તર પર સંરક્ષણવાદી નિતી તરીકે ગણવામાં ન આવે તે માટે ડબલ્યુટીઓના નિયમોને સંપૂર્ણરીતે પાળવામાં આવનાર છે. ડબલ્યુટીઓમાં એવી બારી ખુલ્લી છે કે જો સરકારી ખરીદીનો ઉદ્ધેશ્ય વેપારી નથી તો સરકાર આમાં સ્થાનિક પેદાશોને વધારે મહત્વ આપી શકે છે. સુચિત ખરીદી નીતિનો ઉદેશ્ય ભારતીય કંપનીઓને ભારતમાં જ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. જોરશોરથી લોંચ કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં હજુ સુધી પુરતા પ્રમાણમાં મુડીરોકાણ આકર્ષિત કરવામાં આવ્યુ નથી. કેટલાક રોકાણના મોટા પ્રસ્તાવ ચોક્કસ પણે આવ્યા છે પરંતુ હજુ કાગળથી બહાર પ્રોજેક્ટ નિકળી શક્યા નથી. તેમના જમીની અમલમાં હજુ ચાર પાંચ વર્ષ લાગી શકે છે. હવે કોરોના વાયરસની સ્થિતીના કારણે આર્થિક મંદીના વાદળો ઘેરાઇ ગયા છે.  હાલમાં મેક ઇન ઇન્ડિયાને અપેક્ષા કરતા વધારે ગતિ મળી રહી નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here