મેક્સિકોમાં ૭.૪ની તીવ્રતાનો ભૂકંપઃ ૫ના મોત,સુનામીની ચેતવણી

0
12
Share
Share

મેક્સિકો,તા.૨૪

મેક્સિકોમાં મંગળવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૭.૪ માપવામાં આવી છે, જેમાં ૫ લોકોના મોત થયા છે. જ્યારે આ વચ્ચે અમેરિકન જિયોલોજિકલ સર્વે ધ યૂએસ નેશનલ ઓસનિક એન્ડ એડમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને સુનામીની ચેતવણી આપી છે.

ધ યૂએસ નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને મેક્સિકો, દક્ષિણ મેક્સિકો, ગ્વાટેમાલા, અલ સાલ્વાડોર અને હોંડુરાસમાં ભૂકંપ પછી સુનામીની ચેતવણી જાહેર કરી છે.

મેક્સિકો સિટીમાં ભૂકંપના આંચકાની સાથે જ લોકો પોતાના ઘરમાંથી બહાર નિાકળી ગયા હતા. ભૂકંપના આંચકા પછી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

યૂએસ જિયોલોજિકલ સર્વે મુજબ મેક્સિકોના ઓક્સાકામાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૪ની નોંધાઈ છે. ભૂકંપની તીવ્રતા એટલી બધી હતી કે, ઈમારતો પણ હલી ગઈ હતી અને ભયના કારણે મોટી સંખ્યામાં લોકો ઘરોથી બહાર નીકળી રસ્તા પર આવી પહોંચ્યા હતા.

જાણવા મળી રહ્યુ છે કે, ભૂકંપનું કેન્દ્ર ઓક્સાકાના પ્રશાંત તટ પર કેન્દ્રિત હતુ. હાલ કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here