મેં ઉતાવળમાં લગ્નનો નિર્ણય લીધો જે ખોટો પડ્યો : રશ્મિ

0
19
Share
Share

રશ્મિ દેસાઈનું એક નહીં પરંતુ બે વખત લગ્નજીવન તૂટ્યું, ફિલ્મોમાં સફળતા મળી પરંતુ લગ્ન જીવનમાં ન મળી

મુંબઈ,તા.૨૨

રશ્મિ દેસાઇએ ખૂબ જ નાની ઉંમરે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂક્યો હતો. અભિનેત્રીએ ભોજપુરી સિનેમાથી હિન્દી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક મજબૂત સ્થાન બનાવ્યું. જોકે તેના સંબંધોમાં કારકિર્દી જેવી સફળતા જોવા મળી ન હતી. સહ-અભિનેતા નંદિશ સંધુ સાથે લગ્ન કર્યાના કેટલાક વર્ષો બાદ તેને છૂટાછેડા થઈ ગયા. આ પછી તેના જીવનમાં પ્રેમ ફરીથી આવ્યો, પરંતુ તે પણ નિષ્ફળ ગયો. રશ્મિએ એક મુલાકાતમાં આ વિશે ખુલ્લીને વાત કરી હતી. રશ્મિએ તેના પહેલા લગ્ન વિશે કહ્યું કે તે ખૂબ જ ઝડપથી રિલેશનશિપમાં આવી ગઈ હતી અને ઉતાવળ લગ્નનો નિર્ણય કરી લીધો હતો. જે ખોટો સાબિત થયો હતો. તેણે કહ્યું કે અલગ થવું તે બંને માટે યોગ્ય નિર્ણય હતો. અભિનેત્રીએ કહ્યું કે જ્યારે સંબંધમાં બે લોકો નાખુશ હોય છે અને તેમની વિચારો મળતા નથી ત્યારે તે તમારા પર્સનલ ગ્રોથ પર અસર કરે છે. રશ્મિએ કહ્યું કે તે ખૂબ જ સમ્માન સાથે પોતાના આ સંબંધમાંથી બહાર આવી હતી. જો તે પ્રેમની વાત છે, તો પણ લગ્ન જેવા મોટા નિર્ણયો ખૂબ ધીરજ અને વિચારપૂર્વક લેવાની જરૂર છે. વર્ષ ૨૦૧૫માં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ યુગલો વચ્ચે હનીમૂન પીરિયડ લગભગ એક વર્ષ ચાલે છે અને ત્યારબાદ તેઓ બદલાવાનું શરૂ કરે છે. આ ફેરફારો અનુસાર, તેઓ પોતાને કેવી રીતે ઢાળે છે તે તેમના સંબંધનું ભાવિ નક્કી કરે છે. તેથી, જ્યારે લગ્નની વાત આવે છે, ત્યારે તે ફક્ત પ્રેમ વિશે જ નહીં, પણ અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને પણ પછી નિર્ણય લે છે. અરહણ ખાન સાથે રશ્મિના સંબંધોની પણ ભારે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને બિગ બોસમાં આ બંને સાથે જોડાયેલી આવી ઘણી વસ્તુઓ સામે આવી હતી જે આશ્ચર્યજનક હતી. અરહાન સાથેના બ્રેકઅપ પર, રશ્મિએ કહ્યું કે સમજવા માટે તે ઘણો સમય લે છે કે તેમની વચ્ચે વસ્તુઓ બરાબર નથી. જો કે, જ્યારે નેશનલ ટીવી પર બધું સપાટી પર આવ્યું, ત્યારે તેઓએ નિર્ણય લેવામાં પણ મદદ કરી. રશ્મિએ કહ્યું કે આ સમય તેમના માટે ખૂબ મુશ્કેલ હતો, પરંતુ સલમાન ખાન અને મિત્રોએ તેને ખૂબ મદદ કરી, જેથી તે આ બાબતે ડીલ કરી શકી. આપણા જીવનમાં મિત્રો રાખવાનું કેટલું મહત્વનું છે? શું તમે જાણો છો? અમેરિકાની નેશનલ મેડિકલ એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવેલા અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના જીવનમાં સારો મિત્ર હોય તો તે તેનું માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે. અધ્યયન મુજબ, સારી મિત્રતા વ્યક્તિમાં સેંસ ઓફ બિલોન્ગિંગ વધારવામાં, જીવન જીવવાનું મહત્વ, સુખનું સ્તર વધારવામાં, તાણ ઘટાડવામાં અને આત્મવિશ્વાસ સુધારવામાં મદદ કરે છે. આ વસ્તુઓ ડિપ્રેસન જેવી સમસ્યાનો સામનો કરવાની શક્તિ પણ આપે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here