મેંદરડા હત્યાનાં ગુન્હામાં ફરાર કેદી દેલવાડામાંથી ઝડપાયો

0
19
Share
Share

જૂનાગઢ, તા.૨૩

મેંદરડા પો.સ્ટે.ગુ.ર.ન.ફસ્ટ ૩/૨૦૧૪ આઈપીસી ૩૦રદ ૩૬૫.૨૦૧.૧૧૪, જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુન્હામાં સંડોવાયેલ આરોપી સંજય ઉર્ફે સાંગો વલ્લભભાઈ પરમાર ઉ.વ.૨૪ રહે.નાની ખોડીયાર તા.મેંદરડા વાળો ગઈ તા.૧૬/૭/૨૦૨૦ ના રોજ દિન ૧૦ ના વચવાળા જામીન મંજુર કરાવી મુકત થયેલ હતો મજકુર આરોપીને તા.૨૭/૭/૨૦૨૦ ના રોજ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે હાજર થવાનુ હતુ પરંતુ જે હાજર ના થઈ ફરાર થઈ ગયેલ હતો અને પોલીસની પકડથી જુદીજુદી જગ્યાએ ભાગતો ફરતો રહેતો હતો પેરોલ ફર્લો સ્કોડ ટીમને ખાનગી રાહે હકીકત મળેલ કે મજકુર આરોપી ઉના દેલવાડા વિસ્તારમાં રહે છે અને સાંજના સમયે દેલવાડા રોડ ઉપર આવેલ ન્યુ.મિલન પાનના ગલ્લે નિયમિત આવે છે તેવી હક્કિત મળતા તે જગ્યાએ વોંચમાં રહેતા મજકુર આરોપી ત્યાંથી મળી આવતા મજકુર આરોપીને હસ્તગત કરી જૂનાગઢ લાવી જિલ્લા જેલ ખાતે સોંપવામાં આવેલ છે.

આમ રવિ તેજા વાસમ શેટ્ટી પોલીસ અધિક્ષક જૂનાગઢનાઓની સુચનાથી આર.કે.ગોહીલ પો.ઈન્સ. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢનાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ગુમ અપહરણ થયેલ બાળકો શોધવાની તથા નાસતા ફરતા આરોપીને જેલ ફરારી આરોપી પકડવાની સ્પેશ્યલ કામગીરી સોંપેલ હોય જે અંગે જેલ ફરારી વચગાળાના જામીન પર છુટેલ ભાગેડુ આરોપીને શોધી કાઢેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here